Monday, May 28, 2018

ગુજરાતના અને ભારતના વિરોધીઓને ઓળખો.

😷  ☠   😷

*ગુજરાતીઓ વિરુદ્ધ ગુજરાતમાં કામ કરી રહી છે આ સંસ્થાઓ. ભારતમાં રહી ભારત વિરોધી આંદોલન કરતા લોકોને ઓળખો...*

બાબુ હોય કે કલ્યાણી,આ ડાયસ્પોરા દાધારંગાઓ દેશહિતની વાતમાં દિલદગડાઈ કેમ કરે છે એનું રહસ્ય જાણવામાં મોટાભાગના મિત્રોને રસ પડશે.આ રહસ્યનો પટાક્ષેપ ..એક પછી એક
એક -પશ્ચિમના દેશોની આ પ્રજાતિને એ દેશોમાં ખ્રિસ્તી બહુમતિ પ્રજાની વચ્ચે લઘુમતિ થઇને રહેવાનું હોય છે એટલે એ લોકો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જે હિંદુવિરોધી કે ભારતવિરોધી કોમેન્ટ્સ-પોસ્ટ્સ મૂકે એનું target audience એમના એ દેશના મિત્રો હોય છે.બે.-ભારતીયોને અને વિશેષે ગુજરાતીઓને નપાણીયા માની લેતા આ નુગરાઓને કોનું પીઠબળ છે એ અંગે  આપણે લગભગ ઉદાસીન છીએ ...

*એને આજે ઉજાગર કરીએ એક ઉદાહરણ સાથે*-વડોદરામાં એક સંસ્થા છે ‘બળવંત પારેખ સેન્ટર ફોર જનરલ સિમૅન્ટિક્સ એન્ડ અધર હ્યૂમન સાયન્સિઝ’ મૂળભૂત રીતે ‘ફોરમ ફોર કન્ટેમ્પરરી થિયરી’ નામની માતૃસંસ્થાની એક શાખા એવી આ સંસ્થા *સિતાંશુ યશ્ચચંદ્ર,ચંદ્રકાંત ટોપીવાળા એન્ડ કંપની ચલાવી રહી છે*.આ સંસ્થા અત્યંત કુખ્યાત, હિંદુવિરોધી અને ભારતદ્વૈષી અને ગરીબ એશીયાઇ દેશોમાં અત્યંત ખૂફિયા ને ખૌફનાક પ્રવૃત્તિઓને નાણાકીય પીઠબળ આપતી ‘ફોર્ડ ફાઉન્ડેશન’ના પૈસાથી સ્થાપવામાં આવી છે.

યાદ રહે,એના સર્વેસર્વા સિતાંશુને ૨૦૦૬માં એટલે કે કોંગ્રેસ-નીત UPAના શાસનકાળમાં ૨૦૦૬માં પદ્મશ્રી આપવામાં આવ્યો છે.આ ‘ફોર્ડ’વાળાએ જે ‘ફ્રોડ’ સંસ્થાઓને ભારતમાં કરોડોનું ફંડ આપ્યું છે તેમાં સૌથી કુખ્યાત છે *તીસ્તા જાવેદ  સેતલવાડનું*  *‘સબરંગ’* ટ્રસ્ટ અને સફદર હાશમીની પત્નીનું *‘સહમત’* ટ્રસ્ટ(આ સહમતે બે દાયકા પહેલા હિંદુ દેવીઓને વિકૃત રીતે રજૂ કરતું એક પ્રદર્શન યોજેલું તે આમાંના,મારી જેમ પચાસે પહોચેલા મિત્રોને અને પત્રકારોને યાદ હશે)
*ત્રણ*: આ ફોર્ડ ફાઉન્ડેશન પ્રાયોજિત બળવંત પારેખ સેન્ટરે વળી મુંબઈ,કપડવંજ,જેતપુર અને કાલોલમાં એના થાણા કે શાખાઓ સ્થાપ્યા છે....

૨૦૧૬-૧૭નું વર્ષ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમનું અને પૂર્વતૈયારીનું વર્ષ હતું અને જાણે કેમ્બ્રિજ એનાલિટિકાની ડિઝાઈનના એક ભાગ રૂપે કે કોંગ્રેસના એક કાવતરા રૂપે,સાહિત્ય અને થિયરીનું મુખ્ય કાર્યક્ષેત્ર ધરાવતી આ સંસ્થા અચાનક(નહિ પણ *પૂર્ણપણે વ્યૂહાત્મક* આયોજન સાથે) ગુજરાતભરમાં
જળવિષયક કાર્યક્રમો કરવા લાગી અને વિશ્વભરના મીડિયામાં પોતાના અહેવાલો મોકલવા લાગી અને એક એવી
છાપ ઊભી કરવામાં આવી કે *ભાજપના શાસનકાળમાં ગુજરાતમાં જળસંકટ ઘેરું બનતું જાય છે.* આ માટે પંચમહાલ,કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારો ખાસ પસંદ કરવામાં આવ્યા જ્યાં પેયજળની પેચીદી સમસ્યા સદીઓથી છે.

‘ફ્રન્ટ’ કાર્યક્રમ તરીકે આમાં *કવિ સંમેલનો* કરવામાં આવ્યા અને માંગો તે વિષય પર કવિતા લખી આપતા
આશુ-ફરમાશુ કવિઓએ જળકવિતાના ‘જનતા તાવડા’ ધમધમાવી નાખ્યા અને મારા ભાવનગરના ગાંઠિયા જેવી
જાડી જળકવિતાઓ તરતી મૂકી દીધી.

સિતાંશુ એ વખતે સાહિત્ય અકાદમી,દિલ્લીના *ગુજરાતી સમિતિના* કન્વીનર
હતા તેથી અકાદમીના તત્કાલીન પ્રમુખ,ઘોર *વામપંથી અને ગોબરું* (ગુજરાતવિરોધી) માનસ ધરાવતા  ગોરખપુરિયા
*વિશ્વનાથ તિવારી* ને એવા જ ડોબા ડાબેરી કવિ અરુણ કમળને પણ મોકલી આપ્યો. આમાં વળી,આ આંતરરાષ્ટ્રીય ષડ્યંત્રને સમજી શકવાની સામાન્ય બુદ્ધિની દેવાળું ફૂંકી ચૂકેલા કેટલીક કોલેજોના આચાર્યો અને કુંઠિત કુલપતિઓ પણ જોડાયા.

કટ્ટર કોંગ્રેસી કૂળમૂળ ધરાવતા ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ *અનામિક શાહે* તો વળી આ કાર્યક્રમ માટે ‘લાલ’ જાજમ પાથરી... ચાર – કરુણતા એ વાતની છે કે ગુજરાતના બુદ્ધિજીવીઓને, પત્રકારોને,મીડિયાને -કોઈને એ વિચાર સુદ્ધાં ન આવ્યો કે...

A-જળસમસ્યા એ આંતરરાષ્ટ્રીય સમસ્યા છે અને એના નિવારણ કે ઉકેલ માટે સ્વ.અનુપમ મિશ્ર,રાજેન્દ્ર સિંહ કે સૌરાષ્ટ્રમાં ચેકડેમ-બંધારાની પ્રવૃત્તિઓ કરતા અનુભવી જળકર્મશીલો જેવી સમર્પણભાવના જોઈએ અને ચોક્કસ દીર્ઘકાલીન બ્લ્યુપ્રિન્ટ અને ભૂસ્તરશાસ્ત્રીઓ અને તદવિષયક સજ્જતા ધરાવતા લોકોનો સમૂહ જોઈએ.હજાર રૂપૈડીના ‘હોરેરેરીયમ’માં હાઉ હાઉ કરી મૂકતા કવિઓનું  આ કામ નથી અને..

B- આ સંસ્થા પાસે આ પૈસા આવે છે ક્યાંથી ?૨૦૧૫માં કેન્દ્રના વિદેશ અને ગૃહ –એમ બંને મંત્રાલયોના રડાર અને સ્કેનર પર આવી ગયેલા ફોર્ડ ફાઉન્ડેશનનું સત્ય બહાર આવ્યું ત્યારે મેં રેકોર્ડબ્રેક ૧૦૦ ફરિયાદો પબ્લિક ગ્રેવીયંસ પોર્ટલ પર કરીને એમની દુકાન હાલ તો બંધ કરાવી દીધી છે પણ એ ક્યારે ખુલી જાય એની ખાતરી નથી.વિપુલ અને બાબુ જેવાઓ આવી સંદિગ્ધ સંસ્થાઓ પાસેથી શું મેળવતા હશે તે શોધી કાઢવાનું કામ
*સીબીઆઇને સોંપીએ* કે શેરલોક હોમ્સને?

            *રાજેન્દ્ર મહેતા* –દિલ્હી
🌹

સંકલન
*મહેન્દ્રભાઈ રાવલ*
શબ્દ સંવાદ
*ગુજરાત*

No comments:

Post a Comment